STORY BEHIND VICTORIA'S SECRET
![]() |
| Victoria's secret store |
વિક્ટોરિયા સિક્રેટ અમેરિકાસ્થિત સ્ત્રીઓના વસ્ત્રો બનાવતી બ્રાન્ડ છે. તે મુખ્યત્વે સ્ત્રીઓના અન્ડરગારમેન્ટ અને લોન્જરી માટે જાણીતી છે.તે સ્ત્રીઓના કપડા, અન્ડરવેર, લોન્જરી, સ્વિમવેર, સ્પોર્ટસવેર, પરફ્યુમ અને બ્યુટી પ્રોડક્ટ બનાવે છે.
આ કંપનીના માત્ર અમેરિકામાં ૧૦૭૫ સ્ટોર આવેલા છે.. તેનુ ૨૦૧૨માં વેચાણ ૬.૧૨ બિલિયન ડોલર હતું. કોઇ પણ મોડેલ માટે વિક્ટોરિયા સિક્રેટમાં કામ કરવુ સ્વપ્ન સમાન હોય છે.
![]() |
| Victoria's secret models |
વિક્ટોરિયા સિક્રેટ રોય રેમન્ડ નામના અમેરિકન વ્યક્તિ દ્વારા ચાલુ કરવામા આવી હતી.. રોય રેમન્ડ સ્ટેનફોર્ડ યુનિવર્સીટી કે જેણેે વિશ્વને લેરી પેજ અને સર્જરી બ્રિન (ગૂગલના સ્થાપક), વિલિયમ હેવલેટ અને ડેવિડ પેકાર્ડ (HP ના સ્થાપક), અઝીમ પ્રેમજી (વિપ્રોના સ્થાપક), ટાઇગર વુડ્સ, હર્બર્ટ હૂવર ( પુર્વ રાષ્ટ્રપતિ, અમેરિક) વગેરે જેવા વ્યકિતની ભેટ આપી છે તેમાંથી MBA ની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. રોય રેમન્ડને એક વખત તેની પત્નીને ગિફ્ટ આપવાનો વિચાર આવ્યો. તે પત્ની માટે અન્ડરગારમેન્ટ ખરીદવા એક સ્ટોરમાં જાય છે જ્યાં તેને ખૂબ શરમ આવે છે. સ્ત્રી કસ્ટમર સાથે વ્યવહાર કરવા ટેવાયેલ સેલ્સવુમનનો વ્યવહાર તેને શરમ અને સંકોચમાં મુકે છે. તેના મિત્રો પણ આ જ પ્રકારની સમસ્યા અનુભવે છે તેવું તેને જાણવા મળ્યું. બસ, આ જ તક ઝડપી તેણે એક એવી હાઇ-પ્રોફાઇલ જગ્યા એટલે કે સ્ટોર બનાવવાનો વિચાર કર્યો જયાં પુરુષોને સ્ત્રીઓના અન્ડરગારમેન્ટ ખરીદતા શરમ ન આવે. તેણે 40000 ડોલર લોન લીધી અને 40000 ડોલર પોતાના સગાઓ પાસેથી લીધા. અને ચાલુ કરી વિક્ટોરિયા સિક્રેટ નામની કંપની જેનુ ભવિષ્ય આટલું ઉજ્જવળ હશે તેની ખુદ રોયને પણ ખબર ન હતી. વિક્ટોરિયા સિક્રેટના સ્ટોર યુરોપિયન ભવ્યતા અને પુરૂષોને માફક આવે એવું વાતાવરણ ધરાવતા હતા. વિક્ટોરિયા સિક્રેટનો પ્રથમ સ્ટોર સ્ટેનફોર્ડ શોપિંગ સેન્ટર, પાલો આલ્ટો, કેલિફોર્નિયા ખાતે ખોલવામાં આવ્યો હતો. કંપનીએ પ્રથમ વર્ષે જ 5 લાખ ડોલરનો નફો કર્યો અને ધીમે ધીમે નવા સ્ટોર ખોલવામાં આવ્યા. વિકટોરિયા સિક્રેટ કંપની કેટેલોગ બનાવી પોતાની પ્રોડક્ટનુ વેચાણ કરતી હતી. રોય રેમન્ડ અને વિક્ટોરિયા સિક્રેટ કંપનીએ અમેરિકનોના સ્ત્રીઓના અન્ડરગારમેન્ટ પ્રત્યેના વિચારોમાં નાટકીય રીતે ફેરફાર કર્યો. પરંતુ રોયની ફક્ત પુરુષોને પ્રાધાન્ય આપવાની નીતિ કંપની માટે ખોટનો સોદો પુરવાર થઈ રહી હતી અને કંપની દેવાદાર બનતી જતી હતી. રેમન્ડે 1982 કંપની લેસ્લી વેક્સનર અને લિમિટેડ કંપનીને વેચી નાખી. માત્ર 2 વર્ષ પછી કંપનીની વેલ્યુ 500 મિલિયન ડોલર હતી. બીજી બાજુ રોય રેમન્ડે "માય ચાઈલ્ડ'સ ડેસ્ટિની" નામની બાળકોના કપડાંની ચેઈન શરૂ કરી જે ન ચાલી અને કંપનીએ દેવાળું ફુક્યું. આથી પત્ની સાથે ડિવોર્સ લઈ ચૂકેલા રોય રેમન્ડે પોતાના બે બાળકોને એકલા મૂકી ગોલ્ડન બ્રીજ ઉપરથી કૂદકો મારી આત્મહત્યા કરી લીધી.
![]() |
| roy raymond |
હવે વાત કરીએ લેસ્લી વેક્સનરની તો તેની કંપની લિમિટેડ જેની સ્થાપના 1963 મા કરવામાં આવી હતી તે સ્પોર્ટસવેરના વેચાણમાં ધૂમ મચાવી રહી હતી. લેસ્લી એ તેની 20 વર્ષની ઉંમરના ગાળામાં એ વાત નોંધી કે સ્ત્રીઓ પરંપરાગત ડ્રેસને કેઝયુલ વેર માટે છોડી રહ્યા છે. આથી તેણે સ્પોર્ટસ વેરની બ્રાન્ડ શરૂ કરી અને તેની અગમદ્રષ્ટિ કામ કરી ગઈ. તેના દ્વારા 1963 મા ચાલુ કરવામાં આવેલ લિમિટેડ 1970 સુધી 11 અને 1977 સુધીમાં 188 સ્ટોર ધરાવતી હતી. 1980 દરમિયાન લેસ્લી નવી બ્રાંચમાં ઝંપલાવવાનુ વિચારી રહ્યો હતો. આ દરમિયાન તે સાનફ્રાન્સિસ્કો પોતાના સ્ટોરની મુલાકાતે ગયો ત્યારે તેનું ધ્યાન વિક્ટોરિયા સિક્રેટના એક સ્ટોર ઉપર ગયું. લેસ્લીએ તરત જ અનુમાન લગાવ્યું કે વિક્ટોરિયા સિક્રેટ પુરુષોને પ્રાધાન્ય આપવાને લીધે મોટા પ્રમાણમાં સ્ત્રીઓનું ધ્યાન ખેંચવામાં નિષ્ફળ જઈ રહી છે. લેસ્લીએ જોયું કે સ્ત્રીઓ વિક્ટોરિયા સિક્રેટના સ્ટોરમાં એટલી જ શરમ અને સંકોચ અનુભવી રહી હતી જેટલી રોય રેમન્ડ પેલા સ્ટોરમાં અનુભવી રહ્યો હતો. લેસ્લી દ્વારા વિક્ટોરિયા સિક્રેટ ખરીદવામાં આવી અને તેની સ્ટ્રેટેજીમાં ધડમૂળથી ફેરફાર કરવામાં આવ્યો. 90% થી વધારે સ્ત્રીઓ તેમના અંતરંગ કપડાં ખરીદવા જાતે જતી હતી આથી લેસ્લીએ સ્ત્રીઓ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમ છતાં તેમણે પુરુષોનુ પણ ધ્યાન રાખ્યું. કંપનીએ પોતાની ઈમેજનો પણ પુરતો ખ્યાલ રાખ્યો. કંપની વિક્ટોરિયા નામ સાથે શરૂ થઈ હતી જે નામ 19 મી સદીનાં ઈંગ્લેન્ડ સાથે જોડાયેલ હતું. યુરોપિયન ભવ્યતા આગળ વધારવા કંપની એ પોતાનુ હેડક્વાર્ટર લંડન ખાતે નોંધાવ્યું જ્યારે ખરેખર તે ઓહિયોમાં કાર્યરત હતી. તેના લીધે કંપનીની પ્રોડક્ટ અન્ય સ્ટોર્સ કરતા આપોઆપ અલગ તરી આવી. તેમણે પોતાની પ્રોડક્ટમાં વિવિધતા, રંગીનતા, પેટર્નસ તેમજ મોહક્તા અને કામુક્તા ઉમેરી. તેમણે ફેશનેબલ અન્ડરવેરને પ્રમાણમાં સસ્તી લક્ઝરીમાં સ્થાન આપ્યું. ત્યાર બાદ તો વિક્ટોરિયા સિક્રેટે એ હદે પ્રગતિ કરી અને પોતાનું નામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખ્યું.
![]() |
| leslie wexner |
રોય રેમન્ડ જેવી પ્રતિભાશાળી વ્યક્તિએ આંતરવસ્ત્રોની ખરીદી કરવી એ કોઈ શરમજનક બાબત નથી એ વાત સમજવી જોઈતી હતી. તેની પ્રતિભા ઉપર તેની શરમ હાવી થઈ ગઈ. જ્યારે લેસ્લી વેક્સનર જે વિઝન અને સ્કિલ બન્ને ધરાવતો હતો તેણે એવા વિશ્વની કલ્પના કરી જ્યાં આંતરવસ્ત્રોની ખરીદી કરવી એ કોઈ શરમજનક વાત ના હોય.તેણે આંતરવસ્ત્રોની ખરીદીને એક કોમન પ્લેસ બનાવ્યો. વિક્ટોરિયા સિક્રેટને તેણે નવી ઊંચાઈએ પહોંચાડી.
રોય રેમન્ડ વ્યક્તિ જે બિચારો માત્ર પોતાની પત્ની માટે અન્ડર ગારમેન્ટ ખરીદવા ગયો હતો ત્યાથી જિંદગીએ તેને ઉતાર-ચડાવના એવા ગુંચવાળામાં ફસાવ્યો કે આખરે તેને આત્મહત્યા કરવી પડી. આજે વિક્ટોરિયા સિક્રેટ દુનિયાની નં 1 અન્ડર ગારમેન્ટ બ્રાન્ડ છે.
![]() |







.jpg)
