KAMIKAZE The Suicide Bombers
કામિકાઝે શબ્દ દ્રિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના આત્મઘાતી પાયલોટ માટે વપરાય છે. આ શબ્દનો અર્થ "દિવ્યપવન" એવો પણ થાય છે. પર્લ હાર્બરના હુમલાથી જાપાને દ્રિતીય વિશ્વયુદ્ધમાં જંપલાવ્યું. અમેરિકા અને મિત્રરાષ્ટ્રો ના જોરદાર વળતા હુમલાથી જાપાનની પેસિફિક મહાસાગરમાં અનેક મોરચે જોરદાર હાર થઈ. 1942માં મિડવેના યુદ્ધમાં થયેલ જાપાનની હારના કારણે જાપાનની એરફોર્સને ભરપાઈ ના થઇ શકે તેવું નુકસાન થયું હતું. 1943 અને 1944 દરમિયાન મિત્રરાષ્ટ્રો જાપાન તરફ ખુબ ઝડપથી કુચ કરી રહ્યા હતા. તેમણે જાપાનને ફિલિપાઇન્સ દ્રિપો પરથી પણ હાંકી કાઢ્યા. ફિલિપાઇન્સ જાપાન માટે અતિ મહત્વનું બેઝ હતું કારણકે તે દક્ષિપુર્વ એશિયામા આવેલ તેલક્ષેત્રો અને જાપાનની વચ્ચે આવેલ હતું. આધુનિક કોઈ પણ યુદ્ધ ઈંધણ વગર જીતી શકાતું નથી. જાપાનના યુદ્ધવિમાનો અને જહાજો ખુબ મોટા પાયે નષ્ટ થઇ ગયા હતા. મિત્રરાષ્ટ્રોની સરખામણીએ જાપાનના વિમાનો ટેક્નિકલી ખુબ જુના થઇ ગયા હતા. તેમની સંખ્યા પણ ખુબ ઓછી હતી. જાપાન જેટલા વિમાનો અને પાયલોટો ગુમાવી રહ્યું હતું તેટલા બનાવીને ભરપાઈ કરી શકતું ન હતું. જાપાનના ઉદ્યોગો અમેરિકા જેટલા સક્ષમ ન હતા. જાપાન...