JEEP

JEEP


 
JEEP
 
''જીપ'' આ શબ્દ સાંભળતા જ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ની થાર કે પોલીસ જીપ મેજર di નું દૃશ્ય આપણી આંખો સામે આવીને ઊભું રહે છે.
ભારતના ઓટોમોબાઈલ ક્ષેત્રમાં જીપ અત્યંત મહત્ત્વનું અને મજબૂત સ્થાન ધરાવે છે. ભારતના ગામડાઓમાં તો જીપ મુખ્ય પરિવહન સાધન તરીકે વપરાય છે. આ એક એવું સાધન છે જે લક્ઝરી માટે પણ વપરાય છે અને ટેક્સી તરીકે પણ વપરાય છે. જે ખેડૂતો પણ વાપરે છે અને સ્પોર્ટસ એડવેન્ચરિસ્ટો પણ વાપરે છે. તો ચાલો જાણીએ જીપ વિશે રસપ્રદ વાતો.
 

JEEP નામનું મૂળ

JEEP  નામ કેવી રીતે પડ્યું તેના વિશે અનેક વાતો પ્રચલિત છે. આ એક વિવાદાસ્પદ બાબત રહી છે. તેમ છતાં કહેવાય છે કે જ્યારે જીપ ને અમેરિકન આર્મી માટે બનાવવામાં આવી ત્યારે તેનું નામ GP (જનરલ પર્પઝ કે ગવર્નમેન્ટ પર્પઝ) એવું રાખવામાં આવ્યું.  આ GP પાછળથી અપભ્રંશ થઇને જીપ શબ્દ બની ગયો.

JEEPની ઉત્પત્તિ

દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન એ વાત હવે સ્પષ્ટ થઈ ગઈ હતી કે અમેરિકાએ પણ યુરોપમાં ભડકેલી આ આગમાં હોમાવું પડશે એટલે કે યુદ્ધમાં ભાગ લેવો પડશે. આથી અમેરિકન આર્મીએ 135 કંપનીઓને એવી ગાડીનો વર્કિંગ પ્રોટોટાઈપ બનાવવા આમંત્રિત કરી જેના ચારેય ટાયરો તાકાત કરતા હોય એટલે કે ફોર વ્હીલ ડ્રાઈવ હોય અને સૈન્ય સર્વેક્ષણ  માટે ઉપયોગમાં લઈ શકાય. પરંતુ માત્ર બે કંપની વિલીસ-ઓવરલેન્ડ અને અમેરિકન બેન્ટમે રસ દાખવ્યો. આર્મીએ પ્રોટોટાઈપ તૈયાર કરવા બંને કંપનીઓને અશક્ય કહી શકાય એવી 49 દિવસની મુદત આપી. વિલીસ-ઓવરલેન્ડે  વધારે સમય માંગ્યો જે આર્મી દ્વારા આપવામાં આવ્યો નહિં. દેવાળું ફુંકી ચૂકેલી કંપની અમેરિકન બેન્ટમ પાસે પોતાનો કોઈ એન્જિનિયર ન હતો. આથી તેમણે ડેટ્રોઇટના એક પ્રભાવશાળી ડિઝાઇનર કાર્લ પ્રોબ્સ્ટનો સંપર્ક કર્યો.  પ્રોબ્સ્ટે શરૂઆતમાં તો ઈન્કાર કર્યો પરંતુ અમેરિકન આર્મીના હસ્તક્ષેપ બાદ તૈયાર થઈ ગયા. પ્રોબ્સ્ટે 17 જુલાઈ 1940 ના રોજ પ્રોટોટાઈપ પર કામ ચાલુ કર્યું અને 22 જુલાઈના રોજ અંતિમ બ્લૂપ્રિન્ટ સબમિટ કરી. આ પ્રોટોટાઈપને BRC (bentam reconnaissance car) તરીકે ઓળખવામાં આવ્યો. 21 સપ્ટેમ્બરના દિવસે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું જેમાં તેણે બધા જ માનદંડો પાસ કર્યા પરંતુ એન્જિનનો ટોર્ક જરૂરિયાત કરતા ઓછો હતો.
અમેરિકન આર્મીને લાગ્યું કે બેન્ટમ કંપની આર્મીની જરૂરિયાત પૂરી કરવા સક્ષમ નથી. આથી તેમણે ફોર્ડ અને વિલીસ-ઓવરલેન્ડને BRC પ્રોટોટાઈપ પરથી પ્રેરણા લઇને પોતાના મોડેલ તૈયાર કરવા જણાવ્યું. બંનેએ અનુક્રમે "Pygmy" અને "Quad" નામના BRC ને મળતા આવતા પ્રોટોટાઈપ તૈયાર કર્યા. ત્રણેય કંપનીના દરેક મોડેલની 1500 ગાડીઓ બનાવી તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું.  વિલીસ-ઓવરલેન્ડે ખાસ કરીને તેના તાકાતવર એન્જિન "ગો-ડેવિલ" ને કારણે કોન્ટ્રાકટ મેળવ્યો અને જન્મ થયો જીપનો.
એ યાદ રાખવા જેવું છે કે પ્રથમ પ્રોટોટાઈપ બેન્ટમ કંપનીનો bentam brc હતો પરંતુ વિલીસ-ઓવરલેન્ડનુ મોડેલને આજની જીપની ડિઝાઇનનુ પ્રમાણિત મોડેલ ગણવામાં આવે છે. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા અને મિત્રરાષ્ટ્રો દ્વારા જીપનો મુખ્ય હલકા વાહન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો અને જીપ સમગ્ર વિશ્વમાં પ્રચલિત થઈ હતી.

jeep during world war 2



 

 
jeep during world war 2
 

ભારતમાં જીપ અને મહિન્દ્રા કંપની

mahindra thar
દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના દિવસોમાં બે ભારતીય ભાઈઓ J.C.  મહિન્દ્રા અને K.C. મહિન્દ્રાએ વિલીસ જીપો ભારતમાં આયાત કરી તેમને એસેમ્બલ કરી વેચવાનું ચાલુ કર્યું.  K.C. મહિન્દ્રા ખ્યાતનામ ઓક્સફર્ડ યુનિવર્સીટીમાંથી સ્નાતક હતા. જ્યારે J.C. મહિન્દ્રા લોખંડ અને સ્ટીલ ઉદ્યોગમાં બેકગ્રાઉન્ડ ધરાવતા હતા. યુધ્ધ પુર્ણ થયા બાદ K.C. મહિન્દ્રા અમેરિકા ગયા અને ત્યાં જીપની ડિઝાઇનથી ખૂબ પ્રભાવિત થયા. તેમને લાગ્યું કે જીપ અવ્યવસ્થિત અને કાચા માર્ગો ઉપર ઉપયોગી સાધન પુરવાર થશે. આથી તેમણે વિલીસ પાસેથી કોન્ટ્રાકટ લઈને ભારતમાં જીપને એસેમ્બલ કરી વેચવાનું શરૂ કર્યું. શરૂઆતમાં જીપના માત્ર 10% ભાગો ભારતમાં ઉત્પાદિત હતાં જે પાછળથી 17% સુધી પહોંચ્યા. 1954 મા કંપનીએ ભારતમાં ઉત્પાદિત ભાગોની ટકાવારી વધારવાનો પ્લાન સરકારને સબમિટ કર્યો અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો. ત્યારથી મહિન્દ્રા ભાઈઓના નસીબ ચમક્યા. 1955 માં કંપનીએ ભાંડુપમાં ફેક્ટરી ખરીદી અને જીપ એસેમ્બલ કરવાને બદલે લાઈસન્સ લઈને તેનું સંપૂર્ણ ઉત્પાદન ભારતમાં શરૂ કર્યું.  1958 માં કંપનીએ 5500 જીપ નું વાર્ષિક ઉત્પાદન કર્યું જે 1961 માં 10000 અને 1984 માં 18000 સુધી પહોંચ્યું. પાછળથી અનેક કંપનીઓએ લાઇસન્સ મેળવી ભારતમાં વાહનોનું ઉત્પાદન શરૂ કર્યું જેમ કે રોયલ એન્ફિલ્ડ, ઈટાલિયન સ્કુટર્સ, મોરિસ ઓક્સફર્ડ, અને વિલીસ જીપ. 1984 માં વિલીસે CJ-3B જીપનું ઉત્પાદન બંધ કર્યું. પરંતુ ભારતમાં હજુ તેઓ માનતા હતા કે "સારી વસ્તુને બદલવી શું કામ? "
પછી તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીએ ઘણી પ્રગતિ કરી અને ભારતીય ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મહત્ત્વનું અને મજબૂત સ્થાન મેળવ્યું.
 
MAHINDRA JEEP DI
 
MAHINDRA MAJOR DI
હાલ પણ મહિન્દ્રા કંપનીના દરેક મોડેલની ડિઝાઇન જીપની ડિઝાઇનથી પ્રેરિત છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીએ 2010માં 540 જીપનું અપગ્રેડ મોડેલ "મહિન્દ્રા થાર" લોન્ચ કર્યું




THAR
                           
 
THAR
 
 
 
 
  •  ભારત અને ચીન યુધ્ધ વખતે ભારતીય સેનાને પરિવહન માટે જીપ ખૂબ ઉપયોગી થઈ હતી.
હાલ પણ ભારતીય સેનાની ત્રણેય પાંખમા જીપનો ઉપયોગ થાય છે.
 
Indian army jeeps during indo-sino war
 
 
 
 
 

indian army during indo-sino war

 
 
 
  • ચીને તિબેટનો કબજો લઈ લીધો અને ત્યાં પરિસ્થિતિ તંગ બની ત્યારે દલાઈ લામા ભારતમાં જીપમાં આસામ બોર્ડરેથી આવ્યા હતા.

dalai lama escaping from china

assam border
 
dalai lama in assam after escaping from china
 
 
 
 
 
 
 
 

 
 
  • અમારી પાસે પણ 1992 સાલથી એટલે કે મારા જન્મ પહેલાની જીપ છે. જેને હવે અમે અમારા ઘરના સભ્ય તરીકે ગણીએ છીએ.
 

GALLERY

 
 
jeep around the world
 
jeep wranler icelander
mahindra thar
jeep wrangler in movie wild hogs
jeep wrangler unlimited sahara
modified thar looks like wrangler

jeep wrangler rubicon
 
srivardhan beach
 
modified mahindra 540
 
thar crde

Popular Posts